ભાવપુર ખાતે વણકર સમાજ દ્વારા ડૉ. આંબેડકરની 135મી જન્મ જયંતી ઊજવાઈ…
હિંમતનગર તાલુકાના ભાવપુર ગામે આવેલી નવ ગામ સંચાલિત વણકર સમાજવાડી ખાતે દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે સમાજવાડીમાં સ્થાપિત ડૉ. આંબેડકરની પ્રતિમાને વણકર સમાજ નવ ગામ મંડળના પ્રમુખ દિનેશભાઈ સોલંકી, મંત્રી અનિલભાઈ વણકર તેમજ સમાજના યુવાનો અને આગેવાનો દ્વારા ફુલહાર અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ ડૉ. આંબેડકરના જીવન, વિચારો અને તેમના દ્વારા સમાજ માટે આપવામાં આવેલા યોગદાનને યાદ કરી તેમના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.







