તલોદના સબરાજીના મુવાડા પાસે ડાલાની ટક્કરે બાઈક સવાર યુવાનનું મોત
હિતેશ શાહ – અમદાવાદ મોડાસા સ્ટેટ હાઈવે ઉપર આવેલ તલોદના સબરાજીના મુવાડા પાસે બુધવારે રાત્રીના સમયે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત નિપજ્યું છે.પ્રાપ્ત માહિતી પ્રમાણે બુધવારે રાત્રીના સમયે ઉપરોક્ત સ્ટેટ હાઈવે ઉપર સબરાજીના મુવાડા ગરનાળા પાસે હાઈવે ઉપરથી પસાર થઈ રહેલ પીક અપ ડાલાની ચાલકે બાઈક સવારને અડફેટમાં લઈ જારદાર ટક્કર મારતા બાઈક પાછળ બેઠેલ યુવાન વિષ્ણુભાઈ નારાયણભાઈ ભંગી ગંભીર અને લોહીયાળ ઈજાનો ભોગ બનતા તેનું કણસતી હાલતમાં કરૂણ મોત નિપજ્યું હતું.બનાવ અંગે તલોદ પોલીસને જાણ થતા બીટ જમાદાર જીજ્ઞેશભાઈ તેમની ટીમ સાથે ઘટના સ્થળે દોડી આવી મૃતકની લાશને તલોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે ખસેડી આગળની વધુ તપાસ તલોદ પોલીસે હાથ ધરી છે.







