તલોદ શહેર ભાજપનો ‘પ્રશિક્ષણ વર્ગ’ આર્યવન ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો

તલોદ શહેર ભાજપનો ‘પ્રશિક્ષણ વર્ગ’ આર્યવન ખાતે ભવ્ય રીતે સંપન્ન થયો

હિતેશ શાહ  ( તલોદ)

તલોદ શહેર ભાજપ સંગઠનને વૈચારિક રીતે વધુ સુદ્રઢ અને સંગઠનાત્મક રીતે મજબૂત બનાવવાના હેતુથી રોજડ – પુંસરી રોડ પર આવેલા પ્રકૃતિધામ ‘આર્યવન’ ખાતે એક વિશેષ પ્રશિક્ષણ વર્ગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગરિમામય કાર્યક્રમમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાંસદ શોભનાબેન બારૈયા, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા તેમજ પૂર્વ જિલ્લા સદસ્ય ગણપતસિંહ ઝાલા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. તલોદ શહેર ભાજપ પ્રમુખ કૌશલભાઈ ગજ્જરની આગેવાનીમાં યોજાયેલા આ પ્રશિક્ષણ વર્ગમાં નગરપાલિકાના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો, પક્ષના વિવિધ મોરચાના પ્રમુખો અને મહામંત્રીઓ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો અને નિષ્ઠાવાન કાર્યકરોએ હાજરી આપી સંગઠનની શિસ્તના દર્શન કરાવ્યા હતા.

Gujarat Gatha
Author: Gujarat Gatha

Leave a Comment

Traffic Tail
error: Content is protected !!