બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર 2K26″ થી સન્માનિત કરાયા

​ડૉ. શૈલેષ વાણિયા ‘શૈલ’ ને “બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર 2K26” થી સન્માનિત કરાયા: સાહિત્ય અને સામાજિક સેવા ક્ષેત્રે પ્રશંસનીય કામગીરીની કદર

​ભારત રત્ન ડૉ. ભીમરાવ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ૧૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ સામાજિક એકતા ફાઉન્ડેશન સંગઠન દ્વારા ખંભોળજ સાહિત્ય સેવા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. શૈલેષ વાણિયા ‘શૈલ’ ને પ્રતિષ્ઠિત “બાબાસાહેબ આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર 2K26” એનાયત કરવામાં આવ્યો છે. મુંબઈ (મહારાષ્ટ્ર) સ્થિત આ સંસ્થા દ્વારા ઓનલાઈન માધ્યમથી આ પુરસ્કાર આપી તેમની સાહિત્યિક અને સામાજિક સેવાઓની કદર કરવામાં આવી છે. ન્યાય, સમાનતા અને સામાજિક પરિવર્તનના આદર્શોને વરેલી આ સંસ્થા મજબૂત સમાજના નિર્માણમાં અસાધારણ યોગદાન આપનાર વ્યક્તિઓને પ્રોત્સાહિત કરે છે. ડૉ. બી.આર. આંબેડકરના સ્વપ્નદ્રષ્ટા નેતૃત્વથી પ્રેરિત થઈને ફાઉન્ડેશનના સ્થાપક પ્રમુખ ડૉ. જય સંજય રામ ટેકે ડૉ. શૈલેષ વાણિયાને આ રાષ્ટ્રીય સન્માન અર્પણ કરી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પુરસ્કાર મળતા સાહિત્ય જગત અને મિત્ર વર્તુળમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

Gujarat Gatha
Author: Gujarat Gatha

Leave a Comment

Traffic Tail
error: Content is protected !!