જસાજીની મુવાડી ગામે શ્રી ભવનાથ મહાદેવનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

જસાજીની મુવાડી ગામે શ્રી ભવનાથ મહાદેવનો ત્રિ-દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે

​હિતેશ શાહ – જસાજીની મુવાડી ગામે આગામી સમયમાં ધાર્મિક ઉત્સાહ સાથે શ્રી ભવનાથ મહાદેવ મંદિરનો ત્રિ-દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે, જેની મુખ્ય વિધિ વિક્રમ સંવત ૨૦૮૨ ના જેઠ સુદ-૧૦ ને બુધવાર, તા. ૨૪-૦૬-૨૦૨૬ ના પાવન દિવસે સંપન્ન થશે. ત્રણ દિવસ ચાલનારા આ મહોત્સવના પ્રથમ દિવસે સોમવારે પ્રાયશ્ચિત વિધિ, યજ્ઞ પ્રારંભ, પ્રાત: પૂજન અને અગ્નિ સ્થાપન જેવા ધાર્મિક કાર્યો યોજાશે. બીજા દિવસે મંગળવારે કુટીરહોમ અને પ્રાત:પૂજન બાદ સવારે ૧૦:૦૦ કલાકે ભવ્ય શોભાયાત્રા તથા જળયાત્રા કાઢવામાં આવશે, તેમજ વાસ્તુ હોમ અને દેવ પ્રબોધન જેવી વિધિઓ કરવામાં આવશે. મહોત્સવના અંતિમ અને મુખ્ય દિવસે બુધવારે સવારે મૂર્તિ નિજ મંદિર પ્રવેશ બાદ બપોરે ૧૨:૩૯ કલાકે મુખ્ય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને ધ્વજા આરોહણની મંગલમય વિધિ આચાર્યશ્રી તુષારભાઈ એન. ઉપાધ્યાય અને રાહુલભાઈ શાસ્ત્રીના માર્ગદર્શન હેઠળ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે સંપન્ન થશે. આ પાવન પ્રસંગે ભાવિકો માટે સવારે ૧૧:૩૦ વાગ્યાથી મહાપ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પધારવા માટે સમસ્ત જસાજીની મુવાડી ગામના તમામ ગ્રામજનો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Gujarat Gatha
Author: Gujarat Gatha

Leave a Comment

Traffic Tail
error: Content is protected !!