તલોદમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની દબદબાભેર ઉજવણી

તલોદમાં બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની દબદબાભેર ઉજવણી

 

સાબરકાંઠા જિલ્લાના તલોદ શહેર ખાતે ભારતીય બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે આયોજિત વિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા બાબાસાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અને સૂતરની આંટી પહેરાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને તેમના જીવનકવનના સંસ્મરણો વાગોળવામાં આવ્યા હતા. આ પ્રસંગે તલોદ નગરપાલિકાના પ્રમુખ રમીલાબેન ચાવડા, શહેર સંગઠન પ્રમુખ કૌશલભાઈ ગજ્જર, કારોબારી અધ્યક્ષ જીતેન્દ્રકુમાર શાહ, મહામંત્રી નરેન્દ્રસિંહ ઝાલા અને અમિતભાઈ ચૌધરી સહિત નાગરિક બેંકના વાઇસ ચેરમેન દિલીપભાઈ ધાનેક વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉજવણીમાં નગરપાલિકાના તમામ કોર્પોરેટરો, મહિલા મોરચાના હોદ્દેદારો, જિલ્લા ભાજપના કારોબારી સભ્યો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને બાબાસાહેબના આદર્શોને યાદ કર્યા હતા.

Gujarat Gatha
Author: Gujarat Gatha

Leave a Comment

Traffic Tail
error: Content is protected !!