ચીલોડા પો.સ્ટેના પ્રોહિબિશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો

ચીલોડા પો.સ્ટેના પ્રોહિબિશનના ગુનામાં 4 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપાયો

(ગુજરાત ગાથા)

તલોદ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને ડી-સ્ટાફ ઇન્ચાર્જ પીએસઆઈ એ.એમ. વસૈયાની ટીમ કાર્યરત હતી. આ દરમિયાન સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ પ્રભાભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ચીલોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહિબિશન અને છેતરપિંડીના ગુનાનો મુખ્ય આરોપી સતીષ બાબુલાલ ખરાડી (રહે. કાકરા ડુંગર, તા. ખેરવાડા, જી. ઉદેપુર, રાજસ્થાન) રણાસણ ચોકડી પાસે ઉભો છે.

​બાતમીના આધારે તલોદ ડી-સ્ટાફની ટીમે ખાનગી વાહનમાં જઈ રણાસણ ચોકડી ખાતે વોચ ગોઠવી હતી અને વર્ણન મુજબના ૨૪ વર્ષીય આરોપી સતીષ ખરાડીને ઝડપી પાડ્યો હતો. આ આરોપી વર્ષ ૨૦૨૨ થી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો. હાલમાં તલોદ પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Gatha
Author: Gujarat Gatha

Leave a Comment

Traffic Tail
error: Content is protected !!